સુરત ખાતે ભેસ્તાન ગાર્ડનમાં થયેલ હત્યાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાખ્યો છે. સામાન્ય બોલચાલીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. ભેસ્તાનના લુમ્સ ખાતામાં બંને મિત્રો કામ કરતા હતા. આરોપી મિત્ર અમાવસ મહતોએ કલ્લુ નિશાદ પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી હતી. પોલીસે આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.