સુરત શહેરના બામરોલી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મહારાજ પ્રોસેસિંગ મિલમાં ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘવાયા હોવાની માહિતી મળી રહી છે. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે. જયારે ઘાયલો સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસે પણ આ બાબતે તપાસ આરંભી છે