વલસાડના જોરાવાસણ ગામ ખાતે દીપડો પાંજરે પુરાયો
વલસાડના જોરાવાસણ ગામ ખાતે દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પૂરાતા ગામજનોએ રાહતના શ્વાસ લીધા હતા. છેલ્લાં ઘણા સમયથી દીપડો ગામમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો, ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવ્યો, જે બાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.