અગાઉ હિંમતનગર અને વડોદરા શહેરમાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન થયેલા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે હેતુથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રામનવમીની શોભાયાત્રા નીકળે તે પહેલા પેટ્રોલિંગ કર્યું હતું. સાથે જ ધાબા પોઈન્ટ તેમજ સંવેદનશીલ પોઈન્ટ પર પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે તેવો પ્રયાસ કર્યો હતો.