બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને કચ્છમાંથી ઝડપી પાડ્યા હતા.દરમિયાન આરોપીની તપાસમાં ગૈંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કચ્છ કનેક્શન સામે આવ્યા છે. શું લોરેન્સ બિશ્નોઈનો કચ્છમાં કોઈ સ્લીપર સેલ છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જોકે કચ્છમાંથી આરોપીઓની ધરપકડ બાદ કચ્છ પોલીસ પણ એક્શન મોડ માં આવી ગઈ છે.ઉલ્લેખનીય છે કે,અગાઉ કચ્છના નલિયામાં લૉરેન્સ સામે પાકિસ્તાનથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ મંગાવવાનો કેસ દાખલ થયો હતો.