ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં માથાસુરીયા ગામમાં લગ્નમાં ફૂડ પોઈઝન થવાની ઘટના સામે આવી છે.ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગમાં ખાધા પછી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું હતું.જમણવાર બાદ અચાનક માંડવીયા અને જાનૈયાઓની ઝાડા-ઉલટીની વ્યાપક ફરિયાદ ઉઠી હતી.તબિયત લથડતા તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બીજીતરફ હોસ્પિટલમાં ખાટલાઓ ખૂટી પડ્યા હતા,જોકે હાલ તમામની હાલત સુધારા પર છે.