ડીસાના બાઈવાડા ગામે યુજીવીસીએલ સબ સ્ટેશનમાં સમારકામ દરમિયાન અચાનક પાવર બ્રેકર ફાયર થતાં પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાજ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે અન્ય કર્મચારીઓએ દોડી આવી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.સદનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ ઇજાગ્રસ્ત થયેલ તમામ કર્મચારીઓ હાલમાં સારવાર હેઠળ છે.