વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘરમાં નોકરના સ્વાંગમાં આવેલા ચોર ઈસમોએ 18 લાખના સોના ચાંદીના દાગીના અને દોઢ લાખ જેટલા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી ગયા હતા. દરમ્યાન રિક્ષામાં બેસેલા 2 શંકાસ્પદ ઈસમો ઉપર વાપી પોલીસને શંકા જતા ઇસમોને પોલીસ અટકાવે તે પહેલાં 2 આરોપીઓ રિક્ષામાંથી ભાગી ગયા હતા. વાપી પોલીસે પીછો કરીને બંને ઇસમોને ઝડપી ચેક કરતા દોઢ લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.