લોકસભા ચૂંટણી અંતર્ગત મહારાસ્ટ્ર પોલીસ વાહન ચેકિંગમાં હતી તે સમયે ઇનોવા કારની તલાશી લેતા કાર ચાલકએ આર્મી ઓફિસરની ઓળખ આપી હતી. પોલીસને શંકા જતા તપાસ કરતા નકલી આર્મી ઓફિસર હોવાનો ભાંડો ફૂટતા પોલીસે કારમાં દારૂના જથ્થા સાથે આઈકાર્ડ યુનિફોર્મ કબ્જે કર્યા હતા. જે સંદર્ભે ત્યાં ગુનો નોંધાયો હોય મહારાષ્ટ્ર પોલીસે ગોરવા પોલીસને સાથે રાખી આરોપીના સરનામે તલાશી લેતા તેની બીજી પત્ની શાહિદા 3.67 લાખના દારૂ સાથે ઝડપાઇ હતી. આરોપીના પિતા આર્મીમાં ફરજ બજાવતા હતા. આરોપીએ પોલીસને પોતાનું નામ પણ ખોટું જણાવી ગેરમાર્ગે દોરી હતી.