અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રામ લક્ષમણ જાનકી,જય બોલો હનુમાન કી ના નાદ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઇ રહી છે, ત્યારે કેમ્પ હનુમાનજી મંદિરમાં હનુમાનજીના બાળ સ્વરૂપના શણગાર સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં સુંદર કાંડ,મારુતિ યજ્ઞ, ધ્વજારોહણનું આયોજન પણ કરાયું છે. 1 હજાર કિલો બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, ભગવાન રામની મુદ્રિકા લઇ હનુમાનજી સીતા માતાને શોધવા જઇ રહ્યા હતા. તે સમયે તેમણે અહીં આરામ કર્યો હતો. હાલમાં જે મૂર્તિ મંદિરમાં છે તે રામાયણકાળની હોવાનું માનય છે. અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતું.