સૂરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરોએ એક શખ્સને મેથીપાક ચખાડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચર્ચાઈ રહ્યું છે કે, પાકીટ ચોરી કરતા શખ્સ રંગેહાથ ઝડપાઇ જતા લોકોએ માર માર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવી ધક્કામુકી કરી અથવા નિદ્રાધીન મુસાફરોના સામાન ચોરી થવાની ઘટનાઓ વધી છે.