પાટણ શહેરમાં હાઇવે ઉપર આવેલ હંગામી એસટી બસ સ્ટેશન બહાર ભરચક ટ્રાફિક થતો હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા નગરપાલિકાના સહકારથી બસ સ્ટેશન બહારના ૩૦થી વધુ લારી ગલ્લાના દબાણ દૂર કરાયા હતા. બસ સ્ટેશન બહાર રોડ શહેરનું મહત્વનો માર્ગ હોવાથી સવારથી રાત્રિ મોડે સુધી વાહન વ્યવહાર ધમધમતો રહે છે ત્યારે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.