મંગળવારે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે મા બહુચરની શાહી સવારી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે પહોંચી હતી. જ્યાં ગ્રામજનો તેમજ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ડીજે અને ફટાકડાની આતશબાજી સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું . મંદિરમાં બંને માતાજીની પૂજાવિધિ તેમજ આરતી બાદ સવારી શંખલપુરના રાજમાર્ગ પરથી પસાર થઇ મધરાત બાદ નીજમંદિરે પરત ફરી હતી.