લોકસભાની ચૂંટણીમાં પુરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનના પડઘા હજુ પણ ગાજે છે,ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિયો વિરોધ ઉગ્ર જણાઈ છે ત્યારે સુરેન્દ્ર નગરમાં ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલયને ખાલી કરવા ક્ષત્રિય યુવાનોને અલ્ટીમેટમ આપ્યું હતું.દરમિયાન ક્ષત્રિય સમાજની વાડીમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલયને આખરે આજે ખાલી કરવામાં આવ્યું હતું.