જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભાજપ દ્વારા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના યુવાનોએ સાંસદ પૂનમબેન માડમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સભા નજીક રાજપુત સમાજના યુવાનોએ રુપાલા અને પુનમ માંડમ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે સભા સ્થળે હાજર પોલીસ કર્મીઓ દ્વારા રાજપૂત સમાજના યુવાનોની અટકાયત કરવામા આવી હતી.