અમદાવાદ પોલીસ કમિશ્નરની અદ્ય્ક્ષતામાં આજરોજ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણી સંદર્ભેની કામગીરીની સમીક્ષા સાથે પોલીસ કમિશ્નર જી એસ મલેકએ જણાવ્યું હતું કે, સારી કામગીરી બદલ સી ટીમને પ્રશંસા પત્ર એનાયત કર્યા છે. પાછલા 9 મહિનાના સમયગાળા દરમ્યાન મારા નેતૃત્વમાં ગુનાખોરી કાબુમાં છે. અમે 597 આરોપીઓને પાસા , 110 આરોપીઓને તડીપાર કર્યા છે. 46 ટકા હત્યા , 28 ટકા લૂંટ , 40 ટકા ઘરફોડ ,26 ટકા ચોરીના કેસોમાં ઘટાડો છે. ગુનેગારોને પોલીસનો ડર રહે તેવી અસરકારક કામગીરી કરી રહ્યા છે.