ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર મેળાને અનુરૂપ સુચારુ આયોજન માટે કટિબદ્ધ બન્યું છે. તેવામાં ગુજરાતના ખૂણે ખૂણેથી અંબાજી આવતા યાત્રિકોને તકલીફ ના પડે તે માટે એસ.ટી.તંત્ર દ્વારા યાત્રિકોની સગવડતા માટે કુલ 1200થી 1500 બસો ખાસ મેળા માટે અંબાજી ખાતે મુકાઈ છે.