સુરતમાં 17 વર્ષીય સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. લઘુમતી કોમના અશદ અલ્તાફ વિરાણી સગીરા ઉપર દુષ્કર્મ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી સામે સગીરાને ફોસલાવી પટાવી ડુમસ ખાતે તથા ફરિયાદી અને આરોપીના નિવાસ સ્થાને બળાત્કારનો આરોપ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.