ગુજરાત સરકારની ગુજરાત હાઉસીંગ બોર્ડ રી-ડેવલોપમેન્ટ યોજના 2016 હેઠળ શહેરમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો રી ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે , કેટલાક લોકો દ્વારા આ યોજના વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે અને તેનો ચુકાદો હજી સુધી આવ્યો નથી. પરિણામે આ યોજનાનો અમલ ઘોંચમાં પાડયો છે . જેથી સ્થાનિક રહીશો ફરી એક વખત ગુજરાત હાઉસીંગ બોર્ડ કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા હતાં.