સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગતરોજ વરાછામાં ઘી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ઘી ના સેમ્પલ કબજે કર્યા હતા. તંત્રને શંકાસ્પદ ઘી નું ઉત્પાદન થતું હોવાની માહિતી સાપડી હોય તેના આધારે દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન 10 લાખની કિંમતનું ઘી પણ સીઝ કરવામાં આવ્યું છે.