સુરત શહેરના સામાજીક કાર્યકર તથા તેની ટીમ દ્વારા બારડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં "મતદાન જાગૃતી અભિયાન" અંતર્ગત લોકોમાં મતદાન વિશે જાગૃતી આવે તે હેતુથી સાયકલ-રેલી તથા ટ્રાફિક સિગ્નલ પર પ્લેકાર્ડસ દર્શાવી લોકોમાં જાગૃતતાનો પ્રયાસ કર્યો હતો. મતદાન આપણો હક જ નહી- ફરજ પણ છે, જો તમે ઇચ્છતા હોવ તમારી દરેક સમસ્યાનું સમાધાન- તો અચુક કરો મતદાન, રાષ્ટ્રનિર્માણમાં આપો યોગદાન- જેવા પ્રેરણાદાયક સંદેશાઓ લોકોને આપ્યા હતા.