સુરત શહેરમાં નવસારી લોકસભા બેઠક વિસ્તારનો સમાવેશ થાય છે. ઉધના, મજૂરા, ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે. જેમાં 13 લાખ જેટલા મતદારો છે. સુરત બેઠક બીનહરીફ થવાના કારણે લોકોમાં અસમંજસતા છે કે સુરતમાં મતદાન થશે નહીં. ચૂંટણીપંચ દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં નવસારી લોકસભા હેઠળ જે બેઠકો આવે છે તેમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્લીપો પણ લોકોને પહોંચાડવામાં આવી છે.