અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, ત્યારે ગતરોજ પાંચ દિવસ સંપન્ન થતાં વાજતગાજતે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિવિધ જળાશયોમાં તથા કૃત્રિમ કુંડ ખાતે વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી.