વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને માત્ર રૂ. સાડા પાંચ લાખમાં આલિશાન ટૂ બીએચકે ફ્લેટ આપવાની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૭ના રોજ બોડેલી ખાતેથી લોકાર્પણ કરવાના છે. કેન્દ્ર સરકારના સૌને માટે આવાસના સંકલ્પને સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો માટે સેવાસી ખાતે રૂ. ૪૨ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા કુલ ૪૨૦ ફ્લેટ્સનું લોકાર્પણ થશે. રાજ્ય સરકાર રૂ. ૧.૫૦ લાખ તથા કેન્દ્ર સરકાર રૂ. ૧.૫૦ લાખનો ફાળો આપે છે અને લાભાર્થીને માત્ર રૂ. ૫.૫ લાખ ભરવાના રહે છે.