અમદાવાદના જુહાપુરા ખાતે રહેણાંક વિસ્તારમાં પશુઓનું સ્મશાન બનાવવાના આયોજન સંદર્ભે વિવાદ સામે આવ્યો છે. સ્થાનિકોની ફરિયાદ મળતા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સેજાદ ખાન પઠાણ સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, માઈનોરીટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. અને હવે પશુઓનું સ્મશાન રહેણાંક વિસ્તારમાં બનાવવા જઈ રહ્યા છે. આ રહેણાક વિસ્તાર હોય સ્મશાનની જગ્યાએ હોસ્પિટલ અથવા શાળા બનાવી જોઈએ. જોકે હાલ વિરોધનો વંટોળ ઉઠતા પાલિકા નિર્ણય સ્થગિત કર્યો છે