વડોદરા શહેરમાં પ્રધામંત્રી નરેન્દ્રમોદીને આવકારવા તંત્રએ અચાનક બ્રિજોની શોભા વધારવાની કામગીરી હાથ ધરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દરમ્યાન આજે અટલ બ્રિજ, પંડ્યા બ્રિજ અને ફતેગંજ બ્રિજ ઉપર પ્રધાનમંત્રીને આવકારવા કેસરી પટ્ટા લહેરાવવામાં આવ્યા હતા. જો કે પવનના કારણે કાપડના પટ્ટા તૂટીને હવામાં લહેરાતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉદ્ભવી હતી