તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે.જેને લઈને સર્કિટ હાઉસથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી હાથમાં બેનર લઈને યુવક-યુવતીઓ સાથે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને તેમના ટેકેદારોએ સરકાર વિરોધ સુત્રોચ્ચાર સાથે રેલી યોજ્યા બાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાયને આવેદન આપવામાં આવ્યું હતું.