એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સી.માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો. ટ્રક ઝડપી પાડ્યા બાદ પુરવઠા વિભાગ અને પોલિસને જાણ કરવામાં આવી હતી. માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું અને ગોડાઉન શટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉનમાં 100 નહિ 200 નહીં પણ 1283 કોથળા ઘઉંના મળી આવ્યા હતાં. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચંદ્રેશ ખટીકને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.