સાઉથની કોઈ ફિલ્મનું શુટીંગ બોરસદ તાલુકાના વાલવોડ ગામે જાણે ચાલતું હોય તેમ રાત્રિના એક સાથે 70 જેટલી લુક્ઝુરિયસ-સેમી લક્ઝુરિયસ કારમાં આવી ચઢેલા 300 થી વધુ ગુંડાઓએ વાલવોડમાં એન્જોય સીટી વોટર પાર્કની કિંમતી જમીન પચાવી પાડવા આવ્યા બાદ હુમલો કરી તોડફોડ કરી હતી. હુમલાખોરોએ ગ્રામજનો પર ગાડીઓ ચડાવતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પણ હુમલાખોરોની ગાડીઓમાં તોડફોડ કરી હતી. પોલીસે 26 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે