રાંદેરના ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ ગુર્જરે પત્નીની સારવાર કરાવવા રૂપિયાની સગવડના બહાને કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હતો. એસઓજીને બાતમી મળી હતી કે ઇસ્માઇલ ગુર્જર પરશુરામ ગુર્જર રાંદેરના પરશુરામ ગાર્ડન પાસે સોડા પીવા માટે આવવાનો છે. પોલીસને જોતા જ આરોપી ઇસ્માઇલ ગુર્જર બાજુની દુકાનમાં ઘૂસી જતાં તેને ફિલ્મી ઢબે ઝડપી પડાયો હતો.