અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવે છે. શ્રાવણ અને પયુર્ષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોનાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવી છે. જેમાં એક બસ દીઠ રૂ. 2400 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરનાં અલગ અલગ કુલ 14 જેટલાં મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે.