સુરત શહેરના ડીંડોલી ખાતે સોસાયટીના લોકોએએ ગણેશજીની મૂર્તિઓના વિસર્જના માટે સોસાયટીમાં જ 10 ફૂટ ખાડો ખોધ્યો હતો. સત્યમ( 5 વર્ષ) શુક્રવારે બપોરે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. ખોડો નહીં પૂરનારા વિરુદ્ધ આઈપીસીની કલમ 304 મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. અગાઉ સ્થાનિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે ખાડો પૂરવામાં નહીં આવે તો કોઈ બાળક ડૂબી શકે છે. તેના થોડા જ કલાકોમાં સત્યમ ખાડામાં ડૂબી ગયો હતો.