સુરત શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનીટીરીંગ સેલની ટીમે દરોડા પાડી ઉતરાણ અને સચિન GIDC વિસ્તારમાંથી બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સચિન GIDC વિસ્તારમાંથી 1.30 લાખ લીટર બાયો ડીઝલ અને ઉતરાણ વિસ્તારમાંથી 1300 લીટર બાયો ડીઝલ ઝડપાયું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. અત્રે નોંધનીય છે કે, ખાનગી લકઝરી બસોમાં બાયો ડીઝલનો ઉપયોગ થાય છે. પોલીસે બંને સ્થળોએથી ટ્રક,બસ,મીની ટ્રક અને બાયો ડીઝલના જથ્થા સહીત અંદાજે 1.20 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે.