સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખદબદતી ગંદકી દેખાતા RMOથી માંડીને તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સફાઈના સ્ટાફની ઝાટકણી કાઢવામાં આવી છે. હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જ્યાં ઇમરજન્સી વિભાગ, ટોયલેટ, લેબોરેટરી, દર્દીના બ્લડ સેમ્પલ લેવાની કેબીન સહિત વિવિધ જગ્યાએ દુર્ગંધ મારતી ગંદકી જોવા મળી હતી. સાફ-સફાઈની ખામી જોવા મળતા હોસ્પિટલના અધિકારીઓ-કર્મચારીઓને તતડાવ્યા હતા.