અંબાજી મંદિરમાં બનતાં મોહનથાળ પ્રસાદમાં વપરાતા ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવતાં સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવતા મોહાનિ કેટરર્સને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. જ્યારે નીલકંઠ ટેડર્સના તમામ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે. અને નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની અંબાજી પોલીસે ધરપકડ કરી છે . જતીન શાહે 300 ઘીના ડબ્બા મોહિની કેટરર્સને આપ્યા હતા