શહેરમાં 70:20:10ની યોજના હેઠળ આરસીસી રોડ, લાઈટનાં થાંભલા નાંખવા કે પછી વરસાદી પાણીના સંગ્રહ માટે લાઇન નાખવા શહેરની 464 સોસાયટીએ અરજી કરી છે. જે પાછળ મ્યુનિ. રૂ. 63.14 કરોડનો ખર્ચ કરશે. દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 158 તો ઉ. પશ્ચિમ ઝોનમાંથી 102 અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે.