22 સપ્ટેમ્બરે વાડજમાં મ્યુનિ.ની ઢોર અંકુશ ટીમ પર હુમલાની ઘટના બાદ છેલ્લા 15 દિવસમાં મ્યુનિ.એ રસ્તે રઝળતાં માંડ 100 ઢોર પકડ્યા છે. આ ઘટના પહેલા સપ્ટેમ્બરના 21 દિવસમાં પશ્ચિમ ઝોનની ટીમે 413 પશુ પકડ્યા હતા. આમ હુમલાની ઘટના પહેલા રોજ સરેરાશ 20 ઢોર પકડવામાં આવતા હતા. હુમલાની ઘટનાના 15 દિવસમાં રોજ સરેરાશ માત્ર 6થી 7 ઢોર પકડવામાં આવ્યા છે.