વડોદરા શહેર નજીક આજવા ખાતેના ગુતાલ ગામ પાસેથી 11 ફૂટના મગરનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મગર ગામમાં પ્રવેશતો હોવાની જાણ થતા સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા ટીમ હેમંત વઢવાણાના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી ગયા હતા. અને વન વિભાગની ટીમ સાથે મળી અંદાજે દોઢ કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. બે દિવસ અગાઉ પણ અહીંથી એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નજીકથી કેનાલ પસાર થતી હોય અવારનવાર મગર આવી ચડે છે.