ICC વર્લ્ડકપ 2023ની શરૂઆત થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકોની નજર 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનારા ભારત-પાકિસ્તાન મહામુકાબલા પર છે. આ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ મહત્ત્વની બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરની પ્રેસ કોંન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું આ મેચ જોવા દેશના વિવિધ રાજ્યોમાંથી દર્શકો આવશે, તેમને આવવા-જવામાં કોઇપણ જાતની તકલીફ ન થાય, ટ્રાફિક ન સર્જાય તે તમામ તકેદારી રાખવામાં આવશે.