અમદાવાદ શહેરમાં નશામાં વાહન અકસ્માત સર્જનાર યુવકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસ અટકાયતની પ્રક્રિયા કરી રહી હતી, તે સમયે આરોપીએ ફોટોની પ્રક્રિયામાં મારો ફોટો બરાબર આવ્યો છે કે નહિ તેમ કહેતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે