તાજેતરમાં નર્મદા ડેમમાંથી પાણી છોડતા આસપાસના તમામ જળાશયો અસરગ્રસ્ત બન્યા હતા, જેના કારણે ઠેર ઠેર પાણીના કોન્ટામીશનનો પ્રશ્ન ઉદભવ્યો હતો. જેથી પાણી વિતરણ મથકો ખાતે પણ દુષિત પાણી વિતરણની સમસ્યા વકરી હતી. ત્યારે હવે લોકોને શુદ્ધ પાણી મળી રહે તે આશયથી અમદાવાદ મનપા આગામી 15 દિવસ દરમ્યાન હદ વિસ્તારની 220 પાણીની ટાંકીઓની સફાઈ હાથ ધરશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું.