અમદાવાદ શહેરના આશ્રમરોડ, સિંધુભવન, નરોડા રોડ સહિતના વિસ્તારોમાં દેવાંગ દાણી દ્વારા રાઉન્ડ લેવામાં આવ્યો હતો. શહેરમાં દરેક ઝોનના મહત્વના રોડ પર સ્ટ્રીટ લાઇટની તપાસ કરતાં 25 હજાર જેટલી સ્ટ્રીટ લાઇટમાંથી કુલ 1300 જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાનું સામે આવ્યું હતું. જેથી તમામ પોલને તાત્કાલિક ચાલુ કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણીએ જણાવ્યું હતું.રાત્રિના સમયે ટ્રાફિકના સિગ્નલો ચાલુ રહે અને ટ્રાફિક પોલીસ જોડે સંકલન કરીને નાગરિકોને મોડી રાત્રે અવર જવર કરતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે અંગે સૂચના આપવામાં આવી હતી