અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો ખેલાવાનો છે. મોદી સ્ટેડિયમમાં લાખો દર્શકો સિવાય અભિનેતાઓ, નેતાઓ આ મેચ નિહાળવા આવવાના છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક, ટ્રાફિક જેસીપી નરેન્દ્ર ચૌધરી, સેક્ટર-1 અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયા સહિતના અધિકારીઓએ મોટેરાથી રાણીપ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને કેવી વ્યવસ્થા છે જે અંગે સમીક્ષા કરી હતી.