વહેલી સવારે-મોડી રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસ દરમિયાન ગરમીથી ડબલ વાતાવરણના કારણે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એક જ સપ્તાહમાં વાયરલ ફિવરના ૧૮૩૮ કેસ સામે આવ્યા છે. ડબલ સિઝનના પગલે શરદી-ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે. પ્રતિદિન અંદાજે ૨૬૦ જેટલા દર્દી સારવાર માટે પહોંચી રહ્યા છે