અમદાવાદ મ્યુનિ. કમિશનરે દર મહિને પ્રત્યેક ઝોનમાંથી ઈમ્પેક્ટ ફીની 100 અરજીનો નિકાલ કરવાની સૂચના આપી છે. હાલ મ્યુનિ. પાસે 46,616 અરજી આવી છે. પરંતુ માત્ર 5,987 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. કમિશનરે કરેલા આદેશની ઝડપે પણ જો મ્યુનિ. કામ કરે તો બાકી અરજીઓનો નિકાલ કરતાં 6 વર્ષ નીકળી જાય તેમ છે . ઓક્ટોબરમાં અત્યાર સુધી માત્ર 450 અરજીનો નિકાલ થયો છે. મ્યુનિ. ટી.પી.કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતુંકે, ઈમ્પેક્ટ ફીની અરજીના ઝડપી નિકાલ માટે કમિટીની બેઠકમાં સૂચના અપાઈ છે. 37,613 અરજીમાં ખૂટતા દસ્તાવેજ માગવામાં આવ્યા છે