અમદાવાદ શહેરમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થયા છે. જેમાં કેટલાક AMC ના પ્લોટમાં પણ થયા છે. આ બાબતની ચર્ચા ટી પી કમિટી માં થઈ હતી. અને ગેરકાયદેસર આવા બાંધકામ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ એક વખત દબાણ દૂર કર્યા બાદ જો વ્યક્તિ દ્વારા ફરીથી સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરવામાં અવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવા પજણાવાયું છે. તો બીજીતરફ ચાર્જેબલ એફએસઆઇને કારણે એએમસીને ૬ મહિનામાં ૮૯૧ કરોડ અને હોલ ભાડે આપવાથી સાત કરોડથી વધુની આવક થઈ છે.