સ્વચ્છતા અભિયાન વચ્ચે પ્રાથમિક શાળામાં ઉભરાતા ગટરના પાણી
અમદાવાદ શહેરના બેહરામપુરા વિસ્તારમાં આવેલ ઉર્દૂ શાળાનો વિડિયો સામે આવ્યો છે. જેમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાતા શાળાના મેદાનમાં એક ફૂટ સુધી પાણી ભરાયા છે. શાળા દ્વારા રજૂઆત બાદ મ્યુનિ. ઇજનેર વિભાગે ડ્રેનેજ પંપ બદલવાની કામગીરી શરૂ કરી હતી.