શહેરને સ્વચ્છ રાખવા માટે વધુ કયા પ્રકારના આયોજન કરી શકાય તે માટે એનજીઓ સાથે એક બેઠક રાખવામાં આવી હતી બેઠકમાં 150 જેટલા એનજીઓના સભ્ય હાજર રહ્યા હતા. જેમાં પ્લાસ્ટિકની થેલનો ઉપયોગ કરે તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ માટે AMC ઘર દિઠ બે કપડાની થેલી આપશે. જે અંગે સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં નિર્ણય થશે.