અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના વિવિધ રોડ રસ્તાનું ડ્રોનથી મોનિટરિંગ કરાશે. મુખ્ય રસ્તાઓ પર ડ્રોનથી સર્વેલન્સ કરી રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગ, દબાણો, વૃક્ષોની જાળવણી, ફૂટપાથ, રોડલાઇન વગેરે અંગે માહિતી મેળવાશે. જેના આધારે રોડ પર જે પણ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં વધુ મદદ મળશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં બે જેટલા રોડ ઉપર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું