કારેલીબાગ વિસ્તારમાં રસ્તા પર આડાશ મૂકીને ખોદકામ ચાલી રહ્યું હતું. પોલીસને જોતાં જ સ્થળ પર નાસભાગ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી. અને ખોદકામ કરાવી રહેલા નટુ દલપતભાઇ વણઝારા સહિત આઠ શ્રમજીવીઓને ઝડપી પાડયા હતા.પોલીસે કેબલ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન,ખાડો ખોદવા માટે જેસીબી અને ખેંચી કાઢેલા કેબલ ભરેલો ટેમ્પો સહીત રૃ.એક કરોડ ઉપરાંતની મત્તા કબજે કરી હતી.ડીસીપીએ કહ્યું હતું કે,પ્રાથમિક તપાસમાં મજૂરો પાસે કેબલો ચોરી કરાવવામાં આવી રહી હોવાની વિગતો ખૂલી છે.જેનો કોન્ટ્રાક્ટ આપનાર દિલ્હીના રામુ અને સંદીપ નામના બે માસ્ટર માઇન્ડને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.